જીરાનો ભાવ આસમાને, આ માર્કેટ યાર્ડમાં ભાવ પહોંચ્યો 4000 ને પાર, ખેડૂતોની આંખો થઈ પહોળી

આજના માર્કેટ યાર્ડના જીરૂ નો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે. જીરુંનો ભાવ 4000 રૂપિયાને પાર થઈ ગયો છે. માર્કેટયાર્ડમાં જીરૂનો ભાવ 2300 રૂપિયાથી લઈને 3990 રૂપિયા સુધી પહોંચી ગયો છે.જામનગરના માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ 2300 રૂપિયાથી લઈને 3900 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ 2800 રૂપિયાથી લઈને 3618 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

મોરબીના માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ 2450 થી લઈને 3670 રૂપિયા સુધી પહોંચી ગયો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ 3150 થી લઈને 3736 રૂપિયા પહોંચી ગયો છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયું છે. જીરુંના વાવેતરમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ મોટો કાપ મૂક્યો હોય વાવેતર 45 થી 50 ટકા કપાય છે.

જીરૂનાભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. જીરુંની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જીરૂની આવક નું દબાણ વધ્યા બાદ થોડો સમય જીરૂનાભાવ કરશે તે નક્કી છે કારણ કે જૂનો સ્ટોક મોટો હોય તેનું વેચાણ અને નવા જીરું વેચાણ એક સાથે બજારમાં આવશે.

તો જીરાના ભાવ હાલના ભાવ કરતાં ઊંચા ભાવ બોલાય છે, તે નક્કી છે. પણ જીરુંના ખેડૂતો જો વેચવામાં ઉતાવળ ન કરે અને થોડા સમય જરૂર ને પેક કરીને સાચવી રાખે તો મોડેથી જુના બહુ જ ઓછા ભાવ મળશે.

તેવું પણ નક્કી છે જીરુંના ભાવ મણના 3300 થી લઈને 4000 રૂપિયા સુધી હાલ ચાલી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જીરૂના ભાવ મણ રૂપિયા 2000નો વધારો થયો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *