LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો એક સાથે 250 રૂપિયાનો વધારો, કમર તોડ મોંઘવારી

એપ્રિલના પહેલા દિવસે ગ્રાહકોને મોંઘવારીનો મોટો ફટકો પડયો છે. અને જે સિલિન્ડરની કિંમત 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કીલો સિલિન્ડર હવે 2253 રૂપિયાનો થઇ ગયો છે. ઘરે સિલિન્ડરની કિંમત માં મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી.

દસ દિવસ પહેલા તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ને કારણે હવે બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે. દિલ્હીમાં 1 માર્ચના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર નો 2012 રૂપિયા હતો.

જે માર્ચે કિંમત ઘટીને 2003 રૂપિયા થઇ હતી પરંતુ ફરી આજે એકવાર મોટો વધારો કરવામાં આવ્યો છે. તેને દિલ્હીમાં રીફર કરવા માટે 2253 રૂપિયાનો ખર્ચ કરવા પડશે.

જ્યારે મુંબઈમાં હવે 1995 રૂપિયાને બદલે 2055 રૂપિયામાં મળશે. કોલકત્તામાં તેમની કિંમત 2087 રૂપિયાથી વધીને 2351 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં હવે તેની કિંમત 2138 રૂપિયાને બદલે 2406 રૂપિયા થશે.

છેલ્લા બે મહિનામાં 19 કિલો એલપીજી સિલિન્ડર ની કિંમત 346 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતની પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર આવ્યો છે. ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કર્યો છે.

સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ પાંચ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પીએનજીના ભાવમાં અંદાજે 120 રૂપિયાનો વધારો થયો છે. આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ ગુજરાતમાં સીએનજી નો ભાવ 79.59 પહોંચી ગયો છે.

જ્યાર જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આ પહેલા છેલ્લા 24 એપ્રિલ એટલે કે એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો સીએનજીના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *