શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, લીલી શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જાણો.

શિયાળની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શાકભાજીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લીલી શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. હાલમાં પડે લાખની વરસાદ અને વાદળ છાયુ વાતાવરણને કારણે લીલું લસણ લીલું ડુંગળી ઉપરાંત સક્કરીયા અને રતાળુ સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે. જેના કારણે ભવમાં વધારો જોવા મળી રહ્યો છે.

શિયાળાના સીજન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માંગ ના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળામાં લીલી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. હજુ પણ આગામી 10 દિવસમાં ભાવમાં વધારો થશે તેવું જાણવા મળી રહ્યું છે. શાકભાજીની વાત કરીએ તો હાલ ટમેટાના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે.

હાલ ટમેટાના ભાવમાં વધારો થયો નથી બટેકા ના ભાવ 10 થી 15 રૂપિયા પતી ગયેલો મળી રહ્યા છે. ડુંગળીનો ભાવ 10 થી 15 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. હોલસેલ આદુના ભાવ 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો એ જોવા મળી રહ્યા છે અને લીંબુના ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો પર છે.

સાથે પાપડી ની વાત કરીએ તો પાપડી ના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળે છે. આ તમામ ભાવ હોલસેલ ભાવ છે. જો હવે છૂટક બજારની વાત કરીએ તો છૂટક ટમેટાના ભાવ 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે બટેકા 10 થી 15 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો આદુ 55 થી 60 રૂપિયા પ્રતિ કિલો લીંબુ 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો

જ્યારે પાપડી ના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ જોઈ શકાય છે. લસણની વાત કરીએ તો લસણના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ વહેંચાઈ રહ્યું છે. શિયાળાની શરૂઆત થતાં જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. લીલી શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *