આખી સરકારનું રાજીનામું / મુખ્યમંત્રી સહિત આ મંત્રીઓએ આપ્યા રાજીનામા, હવે બનશે નવી સરકાર..
વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી ગઈકાલે બપોરે રાજીનામું આપી દીધું છે. ત્યારે એવું લાગ્યું હતું કે, માત્ર તેમણે એક જ રાજીનામું આપ્યું છે. બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે, માત્ર વિજય રૂપાણી સીએમ પદથી રાજીનામુ નથી આપ્યું પરંતુ સાથે સાથે વિજય રૂપાણી ના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે.
અને તમામ રાજીનામાને રાજ્યપાલ સ્વીકાર પણ કરી લીધો છે. જેનો મતલબ એ થાય છે કે આખી રૂપાણી સરકારે જ રાજીનામું આપી દીધું છે. હવે આગામી સમયમાં નવા મુખ્યમંત્રી સાથે નવા મંત્રી પણ જોવા મળશે.
વિજય રૂપાણી અને તેમના મંત્રીઓએ રાજીનામું રાજ્યપાલે સોંપ્યું હતું. જ્યારે તેની સાથે સાથે વિનંતી પણ કરી હતી કે, જેમાં આગામી સમયમાં નવા મુખ્યમંત્રી અને મંત્રી ઓ બને ત્યાં સુધી હાલ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી હોદ્દા પર ચાલુ રહેશે.
તેવું કહેવામાં આવ્યું હતું નવી સરકાર ન બને ત્યાં સુધી હાલ નું માળખું કાર્ય કરી શકતા તરીકે શરૂ રહેશે. આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઈ છે કે, આખી ભાજપ સરકારે રાજીનામું આપી દીધું છે.
ભાજપ સરકારે રાજીનામું ધરી દેતા આગળના સમયમાં કઈક મોટી અને મહત્વની જાહેરાત થવાની શક્યતા સેવાઇ રહી છે. નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી તેના કરતાં પણ વધારે આશરે વિધાનસભા ચૂંટણી માટે હોઈ શકે તેના પર વધારે અટકળો ચાલી રહી છે.
જ્યારે અમિત શાહની હાજરીમાં મોવડી મંડળની બેઠક મળશે ત્યારે જોવાનું રહ્યું કે, હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં કેટલા મોટા ફેરફાર થઈ શકે જોવા જઈએ.
તો ત્યારે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માં હાલમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા નું નામ ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે કોણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખુરશી સંભાળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!