સમાચાર

રૂપાણી સરકારે OBCમાં નવી જ્ઞાતિઓને સમાવવા લીધો મહત્વનો નિર્ણય.

કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગની યાદીમાં નવી જ્ઞાતિઓ સમાવેશ કરવા અંગે ની સત્તા રાજ્ય સરકારને આપતું આ બિલ પસાર થઇ જતાં હવે ઓબીસીમાં કઈ જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવશે. તે અંગે રાજ્ય સરકારને સત્તા મળી ગઈ છે. તેના પગલે ગુજરાત સરકારને ઓબીસી માં કઈ કઈ જ્ઞાતિ નો સમાવેશ કરવો તે અંગે નિર્ણય લેવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના કરશે.

કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ એક પંચ ની રચના કરશે.કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક પંચમી વિશે કે, જે ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવેશ થઇ શકશે તે અંગે નિર્ણય લેશે.

જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા એ આ વાતને સમર્થન આપ્યું હતું. ગુજરાતમાં અત્યારે ઓબીસીમાં 146 જ્ઞાતિનો સમાવેશ કરાયો છે.આ સિવાય બીજી કઇ કઇ જ્ઞાતિ નો સમાવેશ કરવો તે અંગે નિર્ણય પંચ લેશે.

ગુજરાતમાં કઈ જ્ઞાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, તે અંગે રાજ્ય સરકારના આદેશ બાદ આ પંચ દ્વારા અભ્યાસ કરાશે. જે જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરવાની ભલામણ કરાઈ હશે, તે જ્ઞાતિ વાસ્તવિક રીતે પછાત છે તે સાબિત થયા બાદ તેને ઓબીસીમાં સમાવેશ થઇ શકશે.

રાજ્ય સરકાર માટે આ મુદ્દો માથાનો દુખાવો બની શકે છે. 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણી વખતે આ જ સળગતો મુદ્દો ભાજપ સરકારની રાજકીય રીતે દઝાડી શકે છે.

એકબાજુ પાટીદારોની ઓબીસીમાં સમાવવા તલપાપડ બન્યા છે, તો બીજીબાજુ ઓબીસી જ્ઞાતિઓ વિરોધ કરવાની તૈયારીમાં છે. આ જોતા ભાજપ સરકાર મોટા પાટીદારોને સાચવવામાં ક્યાંક ઓબીસી જ્ઞાતિ નારાજ ન થઈ જાય તેને ડર સતાવી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *