કોંગ્રેસના આ દિગ્ગજ નેતા નું મોટું ચોંકાવનારું નિવેદન કહ્યું કે, હાઈકમાન્ડને..
વિધાનસભાની ચૂંટણીને હવે 13 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડ હજુ સુધી નવા પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની પસંદગી કરી શક્યા નથી. જેને કારણે પક્ષના કાર્યકરોમાં મૂંઝવણ સાથે રોષની લાગણી ફેલાઇ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોની ગાંધીનગર ખાતે યોજાયેલી મીટિંગમાં મંગળવારે ફરી એકવાર આ મુદ્દો ઉછળ્યો હતો.
જેમાં નવા નેતાઓને જલ્દીથી નિમણુક કરવા માટે માગણી કરાઇ હતી એટલું જ નહીં ધારાસભ્યોએ પ્રદેશના નેતાઓએ કહ્યું હતું કે, જો હાઇકમાન્ડ સમક્ષ ન થતું હોય તો અમે બધા દિલ્હી જઈએ.
સાથે ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી રણનીતિકાર પસંદગી અને જવાબદારી સોંપવા માટેની માગણી કરાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી હારની જવાબદારી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
જેના પાસે એક મહિના જેટલો સમય વિતી જતાં કોંગ્રેસ હાઈ કમાન્ડ હજુ સુધી નવા નેતાઓને નિમણૂક કરી નથી. આ બાબતે કોંગ્રેસ કાર્યકરો સમસ્યા છે. અને તેમાં ગુસ્સો પણ છે પાર્ટી લાંબા સમય સુધી કોઈ ફેસલો લઈ શકતી નથી.
એવું ચાલુ રહેશે તો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ને નુકસાન થઈ શકે છે. બીજી બાજુ ગાંધીનગરમાં ધારાસભ્યોની મીટીંગમાં પણ જો વર્તમાન પ્રમુખ વિપક્ષ નેતા યથાવત રાખવામાં આવે તો તેનો જલ્દી નિર્ણય નહીં, થાય તો નવા નેતાઓના નામ જાહેર કરે તેવી માગણી ઊઠી હતી.
આ તબક્કે બેઠકમાં કોંગ્રેસના સીનિયર નેતા આગામી થોડાક દિવસમાં નવા પ્રભારી ની જાહેરાત હાઈ કમાન્ડ કરશે તેવી વાત પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!