સમાચાર

કાલે કચ્છના અખાતમાં ઉદ્ભવશે આ વાવાઝોડું, આ વિસ્તારમાં ઝડપી પવન સાથે, ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાવાઝોડાને પગલે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ થશે. ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર થી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ થશે.

ત્યારે હવે ગુજરાતમાં શાહિદ વાવાઝોડું આવી રહ્યું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે બપોરે એક વાગ્યે કચ્છના નલીયા ના દરિયા કિનારે શાહિદ વાવાઝોડું ઉદ્ભવ્યું છે.

આવતીકાલે અખાતમાં સહેજ વાવાઝોડું આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. અને દરિયા કિનારાના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે.

વાવાઝોડાને કારણે કચ્છના દરિયામાં 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવન અને વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ભારે નુકસાન થવાની પણ સંભાવના છે.

કચ્છની સાથે-સાથે દ્વારકા જામનગર ગીર સોમનાથ જુનાગઢ ના વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દમણ દાદરા નગર હવેલી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત સુરત નવસારી નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ અમરેલી અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે.

અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે. સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *