સુરતના હીરાના વેપારી ઘનશ્યામભાઈ ધનજીભાઈ ધોળકિયા ની માલિકીની કંપની દ્વારા મુંબઈના વરલી સી ફેસ માં રૂપિયા ૧૫૦ કરોડનો બંગલો ખરીદવામાં આવ્યો છે. આ બંગલો 19886 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.
જે પન્હાર બંગલો તરીકે ઓળખાય છે. આ બંગલામાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, અને અન્ય છ માળ છે. જેને હરિ કૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લિ દ્વારા ખરીદવામાં આવ્યો છે.
પ્રોપર્ટીના સોદાનો 30 જુલાઈના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સોદામાં ચોરસ ફૂટ દીઠ ભાવ રૂપિયા 3000 ગણવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં બંગલો વેચવામાં આવ્યું હોય તેની ઘટના ઘણી ઓછી છે.
આ બંગલો એસઆર ગ્રૂપની કંપની આર.કે બોર્ડ દ્વારા વેચાયો હોવાનું દસ્તાવેજો પરથી જાણવા મળે છે.
બિલ્ડિંગના કન્વેયન્સ 130 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. જેના પર ૬ ટકાના દરે સ્ટેમ્પ ડ્યુટી ના 8.3કરોડ ચૂકવાયા હતા, આમાંથી 1 ટકા સેસ પેટ 1.38 કરોડ ચૂકવવામાં આવ્યા બાદ બાકીની સ્ટેમ્પ ડ્યુટી 6.91 કરોડ થવા જાય છે.
ધનજીભાઈ ના પુત્ર સવજી ધોળકિયા દ્વારા તેમના કર્મચારીઓએ બોનસમાં કાર, ફ્લેટ, ઘરેણા જેવી ભેટ આપ્યા પછી ધોળકિયા પરિવાર નું નામ ગુંજતું થઈ ગયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!