ગુજરાતના નવા મુખ્યમંત્રીની શપથવિધિ આજે યોજાય તેવી શક્યતા, આ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે..
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 16 સપ્ટેમ્બરને બદલે આજે ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ ની સંપર્ક વિધિ યોજાઈ શકે છે. સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવામાં આવ્યો હોવાના સમાચાર છે. બપોરે 4 વાગ્યે સમારંભ યોજાશે. તેવી માહિતી સુત્રો અનુસાર જાણવા મળી રહી છે.
વિજય રૂપાણીના રાજીનામા સાથે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરી તેમને 13 સપ્ટેમ્બરના રોજ શપથ વિધિ થઇ હતી.
પરંતુ તેમના મંત્રી મંડળ સાથે નહીં પરંતુ તે એકલા જ પદ વિધિ કરી હતી કારણકે, મંત્રીઓના નામ ની જાહેરાત બાકી હતી તેના પર આખરી મોહર લગાવવાની બાકી હતી.
અમિત શાહ જ્યારે શપથ વિધિમાં આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ના નામ પર ચર્ચા થઈ હતી. ત્યારબાદ નવા મુખ્યમંત્રી ને તખ્તો તૈયાર કરાયો હતો, અને સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં આજે આદેશ જારી કરી દેવામાં આવશે.
વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. એક ખાસ માસ્ટર પ્લાન હેઠળ ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓને બદલી રહ્યું છે,
ત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ સ્વરૂપે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરી એકવાર પાટીદાર સમાજ પર વિધાનસભા ચૂંટણી નું દારોમદાર હોય તેવું દેખાઈ રહ્યું છે.
પાટીદાર ની માંગ પ્રમાણે ભાજપ પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે. ત્યારે હવે બધાની નજર આજના નવા મંત્રી મંડળ પર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!