કોંગ્રેસના આ ત્રણ દિગ્ગજ નેતાએ કરી મોટી માંગ, પાટીદારોની જેમ અન્ય સમાજના પણ કેસ પરત ખેંચે

ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ થયેલા વિરોધ પ્રદર્શન અને કારણે પાટીદારો સામે કરેલા કેસ પાછા ખેંચાયા છે. હવે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ માંગ કરી છે. જેમાં પાટીદાર કેસ પરત ખેંચાય તેમ અન્ય સમાજ સામેના કેસ પરત ખેંચવામાં આવે. ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરે સાથે હુંકાર કર્યો કે આવતીકાલે બનાસકાંઠાના વાવ માં સંમેલન યોજાશે.

જેમાં પદ્માવતી ફિલમના વિરોધ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ અને દલિત સમાજ પર થયેલા કેસ વગેરે તેમજ અન્ય સમાજ પર થયેલા કેસ પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવશે.

સાથે ત્રણેય ધારાસભ્યોને ચીમકી ઉચ્ચારી કે ચૂંટણી પહેલા તેમની માંગણી ન સંતોષાય તો આ આંદોલન રાજ્ય સ્તરે લઈ જવામાં આવશે. આવતીકાલે કોંગ્રેસના આંદોલનને લઇ આવ થરાદ અને વડગામના ધારાસભ્ય પત્રકાર પરિષદ કરી હતી.

ગુજરાતમાં સર્વ સમાજ પણ ના કેસ પરત ખેંચી તેને લઈને આવતી કાલે જનવેદના આંદોલનનું મંડાણ થશે, અને આંદોલન આગામી સમયમાં રાજ્યવ્યાપી હશે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,

ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત યોજના સંવેદના સંમેલન પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં પાટીદાર સમાજ પર કેસ થયા હતા, અને તે પરત ખેંચાયા છે.

ત્યારે હવે ધારાસભ્યોની માગણી છે કે, ગુજરાતમાં સર્વ સમાન છે અને સરકાર પણ સર્વ સમાજની જે સર્વ પર થયેલા કેસ જેમાં પોલીસ ફરિયાદ હોય જેમાં સરકારી ફરિયાદ હોય એવા કેસ પરત ખેંચવા જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *