રૂપાણી સરકારના ટોપ ના દિગ્ગજ નેતા જોડાયા આ પાર્ટીમાં, ભાજપને પડ્યો મોટો ફટકો, જાણો.

ગુજરાત સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને વિજયસિંહ પટેલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વિજયસિંહ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. હાલમાં વિજયસિંહ પટેલ હાંસોટ એપીએમસીના ચેરમેન છે. અગાઉ વિજય પટેલ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ચેરમેન તરીકે રહી ચૂક્યા છે.

વિજયસિંહ ને કોંગ્રેસના આવકારતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની સહકારી ક્ષેત્રમાં દખલગીરી ના કારણે વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. જે ભાજપથી હેરાન થઈને કોંગ્રેસમાં જોડનાર વિજયસિંહ કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે.

તેઓ પોતાના લોકોને ન્યાય આપવા માટે કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસમાં જોડાવા ની સાથે વિજયસિંહ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, હું વર્ષ 85 થી 90 થી ભાજપના કાર્યકર તરીકે જોડાયેલો છું.

ભાજપના કાર્યકરોને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા ભાજપ પક્ષ દ્વારા મારી અવગણના કરવામાં આવી હતી. મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો હતો. મારા પિતા સેવા માટે રાજકારણમાં જોડાયા હતા અમને લોકોની સેવા કરવામાં રસ છે.

હું અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યો છું, અને મારો પુત્ર પણ અપક્ષ તરીકે જીતીને આવ્યો છે. કુટુંબીક નારાજગી રાખી મારા નાના ભાઈ ઈશ્વરસિંહ એ મારી સાથે ખોટું વર્તન કર્યું છે.ગુજરાત સરકાર પર પ્રહાર કરતા વિજય જે કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી અનેક લોકોને નુકસાન થયું, પરંતુ આજ દિવસ સુધી વળતર મળ્યું નથી. કોંગ્રેસમાં જોડાવા પાછળ મારું કોઈ કારણ નથી, હું સેવા કરવા અને લોકોના કામ કરવા માટે કોંગ્રેસમાં આવ્યો છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *