રાજકારણમાં ખળભળાટ / આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર લગાવ્યા મોટા આક્ષેપ..

ભાવનગર પહોંચેલા દિલ્હીના શિક્ષણ મંત્રીએ સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી. તેઓએ ગુજરાત સરકારની સ્કૂલ ની સ્થિતિ જોઈને ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી પર ચાબખા માર્યા હતા. પરંતુ સામે ભાજપ દિલ્હી સરકારની સ્કૂલની મુલાકાત લીધી તો ત્યાં દેખાયેલા દ્રશ્યો પણ કોઈ વખાણવા લાયક ન હતા. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હોમ ટાઉન ભાવનગરી સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, હું ભાવનગરની બે સરકારી સ્કૂલમાં ગયો હતો. ત્યાં જોઈને તેઓ રહી ગયા હતા તેમણે જણાવ્યું કે, દિવાલો પરના જાળા બાઝેલા હતા કોઈપણ ખૂણો એવો ન હતો જ્યારે આવી પરિસ્થિતિ ના હોય.

જીતુભાઈ આવી સ્કૂલોમાં બાળકોને ભણાવી રહ્યા છે. બીજી તરફ શિક્ષકોને એક એક મહિનાનો પગાર પણ રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ના વિસ્તારની સ્કૂલો આવી વ્યવસ્થા છે. શિક્ષણ મંત્રીના પરિવારની ખાનગી સ્કૂલ કોલેજ ખૂબ સારી રીતે ચાલે છે. ફક્ત સરકારી શાળાઓમાં જ આવી પરિસ્થિતિ છે.

દિલ્હીના મોડેલ સ્કૂલ અને સ્માર્ટ સ્કૂલ નું કામ ચર્ચામાં છે. એટલે ગુજરાતમાં પણ સ્માર્ટ સ્કૂલ બનાવવાની વાતો થઈ પણ સ્માર્ટ સ્કૂલ કેવી હોય તે વાત મનીષ સિસોદિયાએ કહ્યું કે, ખાલી સ્માર્ટ બોર્ડ લટકાવી દેવાથી સ્માર્ટ બની જતી નથી.

આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રીના ગઢમાં હુંકાર કર્યો હતો. ગુજરાતમાં શિક્ષણની પોલ ખોલવા આવેલી આમ આદમી પાર્ટીના શિક્ષણની સ્થિતિ દિલ્હીમાં કેવી છે, તેની રિયાલિટી ચેક કરવા ભાજપ પહોંચી ગયું.

રાજ્યના શિક્ષણમંત્રીને સવાલ કરતા જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની શાળા-કોલેજોના ક્યારેય પણ સરખી નહીં કરી શકે. શિક્ષણ વ્યવસ્થાને સરખી કરવાનું કામ નહીં કરી શકે, અને જણાવશે કે તેમને આ વ્યવસ્થાના સારી ન લાગતી હોય તેવો ગુજરાત છોડીને દિલ્હી જતા રહે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *