ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો હુંકાર : ‘નો રિપીટ થિયરી બીજા માટે હશે, મારા માટે નથી’

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકારણમાં હલચલ થઇ છે. ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણા થી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભાજપના વધુ એક ધારાસભ્ય પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

નોંધનીય છે કે, ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી અપનાવી છે. તે તમામ મંત્રીઓને દૂર કરીને નવા મંત્રી ની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે.

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નું ચૂંટણી લડવા ને લઈને મોટું નિવેદન સામે આવ્યો છે. તેમને જણાવ્યું હતું કે, હું વાઘોડિયા થી જ ચૂંટણી લડવાનો છું.

હું ચૂંટણી લડીશ અને નો રિપીટ થિયરી બધા માટે હશે. મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું. સાતમી વખત પણ હું ચૂંટણી લડીશ. હજુ તો હું જુવાન છું.

ગઈકાલે નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, હું 2022 ની ચૂંટણી મહેસાણા થી લડીશ. તેમને જણાવ્યું હતું કે, હું ચાલીસ વર્ષથી રાજ નીતિમાં સક્રિય છું.

લોકો બધાને માન આપે છે. પણ મારી લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે.

ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષી નક્કી કરવાનું છે. 2022 ની ચૂંટણીનું મહેસાણા થી લડીશ ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનવાની તક મળી, અને 10 મહત્વના વિભાગો સંભાળ્યા હું ક્યારેય પાછું ફર્યું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *