Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપના ભૂતપૂર્વ મેયર આપમાં જોડાશે કે નહીં, તે અંગે આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો - GUJJUFAN

ભાજપના ભૂતપૂર્વ મેયર આપમાં જોડાશે કે નહીં, તે અંગે આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો

ભાજપમાં ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર હંસાબેન મોદી આજે ભાજપ છોડીને આત્મા જોડાવાના હતા જોકે હંસાબેનને છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કરી દેતાં ગાંધીનગરના મતદાન પહેલા ધડાકો કરવાના આમ આદમી પાર્ટી ના પ્લાન પર પાણી ફરી હતું. જેના કારણે આમ દ્વારા બોલાવવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હંસાબેન મોદી આમ આદમી પાર્ટીમાં હાલના તબક્કે નહીં જોડાય.

નોંધનીય છે કે, હંસાબેન કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર બન્યા હતા આજે તેઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો હતા.

પણ છેલ્લી ઘડીએ આપ માં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો. ગાંધીનગર મહાનગરપાલિકામાં હંસાબેન મોદી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

સત્તા પરિવર્તન સાથે તેઓ ભાજપમાં પ્રવેશ્યા હતા, અને પ્રથમ મહિલા મેયર બન્યા હતા અને આજે બપોરે એક વાગ્યે સત્તાવાર રીતે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આજે છેલ્લો દિવસ છે. ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે.

ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર હંસાબેન મોદી આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો હતા. પરંતુ તેઓ એ છેલ્લી ઘડીએ ઇન્કાર કરી દેતા આમ આદમી પાર્ટીના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *