Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સરદાર સરોવર ડેમની જળ સપાટી પહોંચી ભયજનક સપાટી, હાઈ લેવલ સપાટીથી માત્ર 4 મીટર બાકી, પૂરના એંધાણ - GUJJUFAN

સરદાર સરોવર ડેમની જળ સપાટી પહોંચી ભયજનક સપાટી, હાઈ લેવલ સપાટીથી માત્ર 4 મીટર બાકી, પૂરના એંધાણ

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટર એ પહોંચી જાય હાલ ડેમની જળ સપાટી સતત વધી રહી છે. હાલ ડેમમાં 3,90,656 ક્યુસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવ્યું છે.

સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીથી વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કેનાલમાં ગામો અને નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યના જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેના કારણે પાણીની આવક થતા સરદાર સરોવરની ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટી વધારો થવાને કારણે આસપાસના ગામો માટે મોટું ચિંતાનો પ્રશ્ન ઉભો થયો છે. જેથી નર્મદા ડેમની જળ સપાટી એક લેવલથી વધુ ઉપરના જાય તે માટે સતત ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ત્રણ ડેમ ઓવરફ્લો થવા ની સંભાવના દેખાઈ રહી છે.

આ તમે 24 થી 48 કલાક અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. હાલ તો વરસાદ લીધો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *