Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જે કામ ભાજપ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી નથી થયું, તે આમ આદમી પાર્ટી દ્વારા કરી બતાવવામાં આવ્યું, જાણો. - GUJJUFAN

જે કામ ભાજપ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી નથી થયું, તે આમ આદમી પાર્ટી દ્વારા કરી બતાવવામાં આવ્યું, જાણો.

આજથી ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થઈ ગયા છે. મહામારીને કારણે રાજ્ય સરકારે ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા લીલીઝંડી આપી હતી, ત્યારે આજથી મહામારીની ગાઈડલાઈન અનુસાર પ્રાથમિક શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. સ્કૂલો શરૂ થતા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી, અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી હવે સાથે જ શિક્ષણ સુધારણા ને પ્રાધાન્ય આપી રહી છે. તો આ પ્રસંગે આજરોજ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાના પદાધિકારીઓ તેમજ ગુજરાતનાં અલગ અલગ વિસ્તારમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આપ ગુજરાતના વરિષ્ઠ નેતા રાકેશ હિરપરા ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈને બાળકોને આવકારવામાં આવ્યા હતા.

આ સાથે વાલીઓ શિક્ષકો અને આચાર્યો સાથે સંવાદ કરીએ તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતના વરિષ્ઠ નેતા તેમજ શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હરીપરા સહિત તમામ ચૂંટાયેલા સભ્યો અલગ અલગ સ્થળોએ જઈને બાળકો ની મુલાકાત લીધી હતી.

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી શાળા મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની બહુ મોટી અછત છે.

અને સાથે-સાથે ક્લાર્ક પટાવાળા સફાઇકર્મીઓ, શૈક્ષણિક સ્ટાફને પણ અછત છે. જેને કારણે આચાર્ય અને શિક્ષકો પરથી શરૂ થયેલા વધારાના કાર્યોનો બોજો રહે છે.

હજુ સુધી મોટા ભાગની શાળાઓ અને પૂરતા પાઠ્યપુસ્તકો મળ્યા નથી આ ઉપરાંત ઘણી શાળાઓમાં બાંધકામને લગતા, સાફ સફાઇને લગતા, અનેક પ્રશ્નો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *