વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો તમારા શહેર નો નવો ભાવ

સરકારી ઓઇલ કંપનીએ રવિવારે પેટ્રોલ જિલ્લાના નવા ભાવ જાહેર કર્યા છે. સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત 21મી ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડવાની જાહેરાત કરી હતી. 21 મેના રોજ કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલના ડીઝલ પરની એક્સાઈટ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ પછી દેશભરમાં પેટ્રોલ 9.50 અને ડીઝલ રૂપિયા 7 પ્રતિ લીટર સસ્તું થયું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આવી સ્થિતિમાં નિષ્ણાંતોનો કહેવું એવું છે કે, જો ફૂડ કોયલના ભાવમાં સતત ઘટાડો થશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ નીચે આવી શકે છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા બે મહિનાથી સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી રહ્યો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.31 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 96.42 અને ડીઝલનો ભાવ 92.17 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. જયપુરમાં પેટ્રોલનો ભાવ 108.48 અને ડીઝલનો ભાવ 93.72 છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવે છે. તે પછી નવા ભાવ સવારે છ વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા એસએમએસ દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *