Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
શાકભાજીના ભાવમાં થયો મોટો ઘટાડો, પાણીના ભાવે વેચાઈ રહી છે શાકભાજી ભાવમાં 50 થી 60 રૂપિયાનો... - GUJJUFAN

શાકભાજીના ભાવમાં થયો મોટો ઘટાડો, પાણીના ભાવે વેચાઈ રહી છે શાકભાજી ભાવમાં 50 થી 60 રૂપિયાનો…

દિવાળીના સમયે શાકભાજી આપવામાં વધારો થયો હતો. જ્યારે છેલ્લા અઠવાડિયા થી શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓને રાહત મળી છે. શાકભાજીના ઓછા ભાવ અને કારણે ગૃહિણીઓએ રાહત નો શ્વાસ લીધો છે. લીલા તથા અન્ય શાકભાજીઓ બજારમાં સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પુષ્કળ ઉત્પાદનના કારણે પાણીના ભાવે શાકભાજી વહેંચાઈ રહી છે.

જેથી ખેડૂતોને માર્કેટ સુધી શાકભાજી લાવવાનો ખર્ચ પણ માથે પડે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. શાકભાજીના ભાવ સમય અંતરે વધઘટ જોવા મળ્યો હતો. શાકભાજીમાં આદુ સૌથી વધુ પ્રમાણમાં ખવાય છે જે હાલ 80 રૂપિયા કિલો ભાવે વેચાઈ રહ્યું છે.

જ્યારે જૂના બટેકા 20 રૂપિયા કિલો તથા નવા બટાકા રૂપિયા 25 કિલો વેચાઈ રહ્યા છે. શિયાળાના સમયે ગાજર, પાલક, મેથી, ફુલાવર તથા વટાણા જેવા શાકભાજી લોકો વધારે પ્રમાણમાં સેવન કરે છે.

શાકભાજીના વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીટ, પાલક, આજુ, ગાજર લીલી ડુંગળી તથા લસણ જેવી શાકભાજી વધુ પ્રમાણમાં ખરીદાય છે. ત્યારે આદુની વાત કરીએ તો 80 રૂપિયા કિલો પાલક 30 રૂપિયા કિલો મેથી રૂપિયા 30 કિલો,

કોબી રૂપિયા 25 કિલો, ગાજર રૂપિયા 40 રૂપિયા કિલો ફુલાવર 50 થી 60 રૂપિયા કિલો ચોળી 80 રૂપિયા ટમેટા 30 થી 40 રૂપિયા લીલું હળદર રૂપિયા 50 ના ભાવે વેચાઈ રહ્યું છે. દરેક ઋતુમાં દરેક શાકભાજી સરળતાથી મળી રહે છે. પરંતુ ગાજર, બીટ, અને પાલક તથા અન્ય લીલા શાકભાજીના ભાવ અન્ય ઋતુમાં વધારે હોવાથી લોકો તેને લાવવાનું ટાળતા હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *