રસોડામાં વાસણ ખખડશે.. ! કડાકા ભડાકા સાથે મેઘરાજા કરશે તોફાની બેટિંગ, જળબંબાકાર વરસાદની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. જેમ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે મોડી રાત્રે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ઉલ્લેખનીય છે. કે આજે બપોર સુધીમાં રાજ્યમાં કુલ 120 તાલુકાઓમાં મેઘરાજા એન્ટ્રી કરી છે.

સૌથી વધુ વરસાદ બારડોલી અને ભુજમાં નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. સતત પાંચ મા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વર્ષે રહ્યા છે.

સવારે લીલીયા પંથકમાં પણ ધોધમાર વરસાદને કારણે નદીમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાય હતી. પૂરના પાણી લીલીયા ના મુખ્ય બજારમાં ઘૂસી ગયા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સવારે પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં ઘોડાપૂર આવવાથી ગામમાં પાણી ઘૂસી ગયા છે. લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા એ ધબડાસટી બોલાવી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, ભરૂચમાં સારા વરસાદના વ્યક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *