Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ 2 સમાજ આવ્યા એક મંચ પર કરી આ મોટી જાહેરાત, ભાજપની ચિંતા વધી - GUJJUFAN

આ 2 સમાજ આવ્યા એક મંચ પર કરી આ મોટી જાહેરાત, ભાજપની ચિંતા વધી

સમાજની વસતીના ધોરણે અથવા અલગ અને વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત માં કોળી સમાજ નું રાજકારણ ગરમાયું છે. હાલ કોળી સમાજના આગેવાનોની જિલ્લા બેઠક થઈ રહી છે. ગત રાજકોટ અને આણંદના તારાપુરમાં કોળી સમાજ માં થયેલા હુંકાર બાદ આજે અમદાવાદના શીલજ ખાતે ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.

જેમાં બહોળી સંખ્યામાં બન્ને સમાજના આગેવાનો અને યુવાનોએ ભાગ લીધો હતો. ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. ચૂંટણી પહેલા ઠાકોર અને કોળી સમુદાય મિશન 2022 નું સંમેલન આજે અમદાવાદના શીલજ ખાતે યોજાયું હતું.

જેમાં ઠાકોર અને કોળી સમુદાય ના અગ્રણીઓ લાંબા સમય સુધી બંને સમાજની માંગણી અને અગાઉના કાર્યક્રમો વિષે ગહન ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાના મંથનમાંથી ગુજરાત સમાજની વસતીના ધોરણે અથવા અલગ અનામત માંગ કરવામાં આવી હતી.

ઠાકોર અને કોળી સમુદાય ના વિકાસ માટે 1500 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવા માટે માંગ તેજ કરાય છે. સમાજ માટે આદર્શ નિવાસી પ્રત્યેક જિલ્લામાં હોસ્ટેલ અને શાળાની માંગ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા

અંગે રણનીતિ કોર કમિટી દ્વારા સમાજને જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન અંગે આજની બેઠકમાં રૂપરેખા ઘડવામાં આવી હતી. ગુજરાતની રાજનીતિમાં ધ્રુવીકરણ સંકેત આજે કાગવડના ખોડલધામ નરેશ પટેલ અને ગુજરાત કોળી સમાજના શ્રી વીર મંધાતા ગ્રૂપના લોકોએ બેઠક કરી હતી.

બીજી તરફ કોળી સમાજના શ્રી વીર માંધાતા ગ્રુપ ના રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેશ પટેલે મારો પૂરો સાથ અને સહકાર છે. અમારી નરેશ પટેલ સાથે સારી બેઠક થઈ છે, અને તેમાં વિવિધ સામાજિક બેઠક થઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *