કોંગ્રેસના આ નારાજ પટેલ નેતાઓ પાર્ટી છોડવાના મૂડમાં ! કરાઇ બંધબારણે બેઠક

રાજકોટ શહેર કોંગ્રેસ સાથે સંકળાયેલા કોંગ્રેસના પાટીદાર નેતાઓ દ્વારા શહેર સંગઠન કે પ્રદેશ કમિટીમાં યોગ્ય સ્થાન નહીં મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાટીદાર આગેવાનોની એક જૂથ સભા મળી હતી, અને તેમાં યોગ્ય પ્રતિનિધિત્વની માં પ્રદેશ કોંગ્રેસ સુધી પહોંચાડવામાં આવે હોવાની વિગતો જાણવા મળી રહી છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ ધારાસભા લડી ચૂકેલા અને પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરીયા, સંજયભાઈ ભીખાભાઈ ગજેરા, ઠાકરશીભાઈ પટેલ ઉપરાંત યાર્ડના ડીરેકટર અતુલ કામાણી હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વોર્ડ વાર આગેવાનો હાજર રહ્યા હતા. કાલાવાડ રોડ ઉપર એક ખાનગી સ્થાને મળેલી બેઠકમાં કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે દાયકાઓથી જોડાયેલા આગેવાનો પણ હાજર રહ્યા હતા.

રાજકોટ શહેરમાં પાટીદારોને ક્યારેય પણ પ્રમુખ પદ નહીં મળવા અંગે તેમજ પ્રદેશ ત્યારે પણ ચર્ચા પાટીદારોને પૂરતું પ્રતિનિધિત્વ નહીં હોવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

નારાજગી વ્યક્ત કરતા એક આગેવાને તો ત્યાં સુધી કહી દીધું કે, જો આવો જ અન્ય થતો રહે તો હવે વિકલ્પો વિચારવા પડશે. કોંગ્રેસના મોવડીઓ સુધી વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ ઉકેલ આવતો નથી.

આ દરમ્યાન બેઠકમાં હાજર એક યુવાન નેતાએ કહ્યું હતું કે, અમારી બેઠકમાં ગહન ચર્ચાઓ ચાલી હતી, પણ રાજીનામાં આપવાની કોઈ વાત નથી. મંડળ અને યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે આ બેઠકને કોઈ વિગતો મારા સુધી પહોંચી નથી. પટેલ સમાજની કોઈ નારાજગી હશે તો તે સાથે બેસીને દૂર કરાશે. પાટીદારોની આ બેઠક અંગે પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુત નો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, આજની બેઠક અંગે મારા સુધી કોઈ વિગતો આવી નથી.

પણ અગાઉ જે વાત હતી તે પ્રમાણે અમે તેમની વિગતો પ્રદેશ સુધી પહોંચાડી છે. અને પ્રદેશ તરફથી દિલ્હી પણ રજુઆત થઇ ચૂકી છે. યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સ્થાનિક સ્તરેથી તેમજ પ્રદેશ તરફથી રજૂઆત કરી દેવાઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *