1 સપ્ટેમ્બરે લાગુ થશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

બે દિવસ પછી નવો મહિનો એટલે કે સપ્ટેમ્બર શરૂ થશે. નવા મહિનાની શરૂઆત સાથે ઘણા વિશેષ ફેરફારો પણ થશે. બેન્કિંગ, ટોલ ટેક્સ અને પ્રોપર્ટી સહિત અનેક પ્રકારની સેવાઓમાં ફેરફાર થવાના છે. જેની સિધ્ધિ અસર તમારા ખિસ્સા ઉપર થશે. આ સિવાય ગેસ સિલિન્ડરની કિંમતો પણ વધારો થશે. સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે.

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો 31 ઓગસ્ટ સુધીમાં તેમનું KYC અપડેટ કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમારા એકાઉન્ટ બ્લોક થઈ જશે. એટલે તમારે એકાઉન્ટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

એક સપ્ટેમ્બરથી પોલીસી પ્રીમિયમ ઘટાડવામાં આવશે. આઇઆરડીએ દ્વારા જનરલ ઇન્શ્યોરન્સ ના નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ ગ્રાહકો જણને 30 થી 35% ના બદલે માત્ર 20 ટકા કમિશન આપવું પડશે, તેથી લોકોનું પ્રીમિયમ ઘટશે.

નેશનલ પેન્શન સ્કીમ નું ખાતું ખોલાવવા પર પોઇન્ટ ઓફ પ્રેઝન્સ કમિશન ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં હવે આ કમિશન 15 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. યમુના એક્સપ્રેસ વધારવા જઈ રહ્યા છે એટલે કે એક સપ્ટેમ્બર થી તમારે વધુ ટેસ્ટ ચૂકવવો પડશે.

કારચાલકો જેવા નાના વાહન માલિકો એ એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરવા માટે પ્રતિ કિલોમીટર 10 પૈસા વધુ ચૂકવવા પડશે. કોમર્શિયલ વાહનો એ 52 પૈસા વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે

સરકારે ગાઝિયા બાદમાં સર્કલ રેટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે સર્કલ રેટના ભાવમાં બેથી ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોપર્ટીના વધેલા સર્કલ રેટ પહેલી સપ્ટેમ્બર 2022 થી લાગુ થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *