ભાવનગરની આ ત્રણ દીકરીઓ કેદારનાથ ભગવાનના દર્શન કરીને પરત ફરતી વખતે દીકરીઓનું થયું મોત, એક દીકરીનો જન્મદિવસ…

મિત્રો તમને જણાવી દઈએ કે મંગળવારના રોજ કેદારનાથ થી બે કિલોમીટર દૂર એક ઘટના બની હતી. આ ઘટનામાં પાયલોટ સહિત સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર પાછાથી ઉડાન ભરી હતી અને ગરુડ ચડ્ડી પાસે આ ઘટના બની હતી. આ ઘટનામાં સાત લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા જેમાંથી ત્રણ ભાવનગર ની દીકરી હોય એ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો અને એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉર્વશી જયેશભાઈ બારોટ કૃતિ કમલેશભાઈ બારોટ અને પુરવાર રામાનુજ નામની ભાવનગરની યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કૃતિ અને ઉર્વશી બંને પિતરાઈ બહેનો હતી બંને બહેનો ભાવનગરના દેસાઈનગર બેમાં રહેતી હતી.

જ્યારે પૂર્વા ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતી હતી ત્રણે દીકરીઓ 14 તારીખના રોજ કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગઈ હતી. 17 તારીખના રોજ તેમને જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરાવી હતી.

યુવતીઓ દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથ થી બે કિલોમીટર દૂર અચાનક આ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થતા ભાવનગરની ત્રણેય દીકરીઓએ જીવ ગુમાવ્યા હતા.

મોતી માહિતી અનુસાર ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રહેતી ઉર્વશી અમદાવાદની આઈ ટી કંપનીમાં નોકરી કરતી હતી. તેની સગાઈ બે મહિના પહેલા થઈ હતી આ ઘટના બની તે પહેલા તેને છેલ્લી વખત પોતાના મંગેતર સાથે ફોન પર વાત કરી હતી.

કૃતિનું મૃત્યુ થતા પરિવારના સભ્યોએ એકની એક લાડકી દીકરી ગુમાવી હતી. કૃતિ ભાવનગરની અલ્લહો સ્કૂલમાં નોકરી કરતી હતી. આ ઘટના બનતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેરાત કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *