Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નરેશ પટેલને રાજકારણ માં જોડાવા ને લઈને આ દિગ્ગજ નેતાઓએ કર્યો વિરોધ.. - GUJJUFAN

નરેશ પટેલને રાજકારણ માં જોડાવા ને લઈને આ દિગ્ગજ નેતાઓએ કર્યો વિરોધ..

કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપુરા એ વિરોધ કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અનેકવાર વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની સાથે બંધબારણે બેઠક પણ કરી ચૂક્યા છે. નરેશ પટેલ રાજકારણની શરૂઆત કરશે કે કેમ તે અટકળો તેજ ચાલી રહી છે. બીજી તરફ ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

જેને પગલે ગુજરાતના રાજકારણના વાતાવરણમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ ગુજરાતમાં પાટીદાર આગેવાનોમાં મોટું નામ ધરાવતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે તેવી ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે.

આ વચ્ચે હવે પાટીદાર અગ્રણી પોપટ ફતેપુરા નરેશ પટેલ ના વિરોધ માં આવ્યા છે. પાટીદાર અગ્રણી પોપટ પરા યે નરેશ પટેલનો વિરોધ કર્યો છે. પાટીદાર અગ્રણી પોપટ પરા ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલને વિરોધ નોંધાવ્યો છે.

તેમને ઉમિયા માતાજી મંદિર સિદસર અને ઊર્જાને પત્ર લખી સંચાલકોને જણાવ્યું છે કે, નરેશ પટેલને મંદિરમાં પ્રવેશ ન આપવા માં આવે તેમને પરેશ પટેલની બેધારી નીતિ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

પોપટ ફતેપુરા જણાવ્યું હતું કે, ભાજપે એક મુખ્યમંત્રી, સાત મંત્રીઓને સરકારમાં સ્થાન આપ્યું છે નરેશ પટેલ લેઉવા-કડવા નહીં પણ પાટીદાર એક હોવાની વાત કરે છે.

પરંતુ લેવા પાટીદાર મંત્રી મંડળ ખાતે ફાળવવામાં નથી આવ્યા ની રજૂઆત કરે છે. બીજી બાજુ ઊંઝા સંસ્થાઓમાં ક્યારે રાજકારણને સ્થાન આપ્યું નથી, ત્યારે નરેશ પટેલ ખોડલધામ ની રાજકીય અખાડો બનાવવા જઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *