Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપમાં ભંગાણ / ભાજપ પ્રમુખની હાજરીમાં આપના આ નેતાએ કેસરીયો ખેસ ધારણ કર્યો. - GUJJUFAN

આપમાં ભંગાણ / ભાજપ પ્રમુખની હાજરીમાં આપના આ નેતાએ કેસરીયો ખેસ ધારણ કર્યો.

આમ આદમી પાર્ટીથી નારાજ થઈને અમરેલી જિલ્લાના યુવા પ્રમુખ શ્રી મુકેશભાઈ તેરૈયા એ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ ને પત્ર દ્વારા રાજીનામા ની જાણ કરી હતી. ત્યારબાદ મુકેશભાઈએ રાજીનામું આપ્યા બાદ અમરેલી જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા ની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.

આ તકે મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, ઉપપ્રમુખ મગનભાઈ કાનાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઇ તેમજ ભરતભાઇ સુતરીયા, ભાજપ અગ્રણી જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચાર / રાજ્યમાં વધી રહેલા મહામારી ના સંક્રમણને લઈને ગુજરાતમાં લાગુ થઈ શકે છે. કડક નિયમો રાજ્યમાં કોરોના ની તેજ ગતિ વધી રહી છે.

છેલ્લા બે દિવસથી મહામારી સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકારે કોરોના ની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

મુખ્ય સચિવની અધ્યક્ષતા માં બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કોરોના ને કાબુ લેવા માટે શું કરવું તે અંગેના તમામ પાસાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

10 જાન્યુઆરી બાદ શાળાઓ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ વિદ્યાર્થીઓને મહામારી ના સંક્રમણથી બચવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

શાળામાં વધી રહેલા કેસને લઈને ઓફલાઈન સ્કૂલો ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લેવાઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *