મોટા સમાચાર / શપથવિધિમાં પાટીલ, નીતિન પટેલ અને રૂપાણીને સોપાઈ આ મોટી જવાબદારી, નીતિન પટેલની નારાજગી દૂર થશે !
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદરોઅંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યના નવા મુખ્ય મંત્રી મળી ગયા છે. ત્યારે નવા મંત્રીઓની માટે તૈયારી ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓ માં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા એ કઈ ને ફરીથી મંત્રી બનાવવામાં નહીં આવે.
ત્યારે આજનો શપથ ગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલા લેતા નારાજ હોવાનું કારણ સામે આવી રહ્યું છે.
ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ફોન કરીને જવાબદારી આપવામાં આવી છે. અચાનક જ મંત્રીમંડળનો શપથવિધિ નો કાર્યક્રમ રદ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે.
15 સપ્ટેમ્બરના રોજ 4:20 કલાકનો રિપીટેશન ના નિર્ણયને આધારે મુખ્યમંત્રી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતા ગુરુવારે એટલે કે આવતી કાલે શપથવિધિ નો કાર્યક્રમ યોજાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
ગુજરાતના રાજકારણમાં નવા મુખ્યમંત્રી બાદ મંત્રીમંડળની રાજકારણમાં હલચલ થઇ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.
જે બાદ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના મંત્રીઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.
ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!