ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું આ મોટું કામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ત્રણ ઓક્ટોબરે છે આ ચૂંટણી અગાઉ મહામારીની બીજી લહેર પૂર્વે યોજનારી હતી મોકૂફ રાખવામાં આવેલી આ ચૂંટણી હવે ત્રીજી ઓક્ટોબરે જ યોજાશે મહાનગરપાલિકા ગાંધીનગરમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર મનપાને લઈને કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે કોંગ્રેસના મેનિફેસ્ટો માં કોંગ્રેસ તમામ વર્ગોને સાચવી લેવા સાથે પોતાના કામો ની ગેરંટી આપી છે.

કોંગ્રેસે ગાંધીનગરમાં કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગીકરણની સંપૂર્ણ નાબૂદી નું વચન આપ્યું છે. ઉપરાંત સરકારી ભરતી નો અમલ 100 યુનિટ સુધી લાઇટબિલ માફ, વિદ્યાર્થીઓને મફત શિક્ષણ વચન કોંગ્રેસે આપ્યા છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઘોષણાપત્ર દ્વારા ગાંધીનગરના નાગરિકોને રીઝવવાનો પ્રયાસ કર્યા છે.

મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે GPSC અને ગૌણ સેવા માં ચાલુ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને સ્ટાફ ભરતી કરવામાં આવશે. નવા રોડ રસ્તાઓ પહોળા કરીને પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ગાંધીનગરને કોરોના મુક્ત કરવા માટે તમામ નાગરિકોને રસીકરણ કરવામાં આવશે. મિલકતવેરા, વેપાર-ધંધાના વેરાની નવેસરથી સમીક્ષા કરવામાં આવશે.

અઠવાડિયામાં બે દિવસ પ્રજા માટે વોર્ડ બેઠકનું આયોજન, સ્માર્ટ સિટી ગાંધીનગર અને મુખ્યમંત્રી અમૃત યોજના અંતર્ગત ગાંધીનગર દેશનું સૌપ્રથમ 24*7 પાણી આવતું શહેર બનાવવાની યોજના.

આમ આદમી પાર્ટી દ્વારા પણ દિવસે ને દિવસે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *