સોમનાથ મંદિરમાં 80 કરોડના ખર્ચે થશે આ મોટું કામ, પીએમ મોદી કરશે લોકાર્પણ

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરનું ગુજરાતમાં અનોખું મહત્ત્વ છે, અહીંયા ગુજરાત સિવાય પણ દૂરદૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ 20 ઓગસ્ટના રોજ સોમનાથ મંદિરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 80 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થશે.

20 ઓગસ્ટના રોજ અમિત શાહ અને પીએમ મોદી દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પાર્વતી મંદિરનું પણ 20 તારીખ ના રોજ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરના વિકાસના કામો કરવામાં આવશે.

જે મંદિરનું પણ 20 તારીખે ખાતમુરત કરવામાં આવશે. સોમનાથ મંદિર પાસે સમુદ્ર દર્શન માટે પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી હવે શ્રદ્ધાળુઓ મંદીરે આવશે.

તો તે પણ દરિયાને નિહાળી શકશે, અને તેનો આનંદ લઇ શકશે સાથે મહારાણી અહિલ્યા બાઈ નું મંદિર પણ આવેલું છે. તે મંદિરમાં પણ નવીનીકરણ કરવામાં આવશે. જે શ્રદ્ધાળુઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ટ્રસ્ટ દ્વારા હવે ઘન કચરાનો નિકાલ લાવવા માટે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હવે ત્યાં ગંદકી ઓછી રહેશે. ઉલ્લેખનીય છે કે, આ લોકાર્પણનો કાર્યક્રમ સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે.

જે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહેશે. જેમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિકાસના કાર્યો કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *