હાઈકમાન્ડ એક્શનમાં / ભાજપના નેતાની નારાજગી દૂર કરવા માટે લેવાયો આ નિર્ણય..
ગુજરાતના રાજકારણમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોવડીમંડળ વરિષ્ઠ નેતાઓને બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. મોડી સાંજ સુધીમાં શપથ સમારંભ યોજાય તેવી શક્યતા મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સો ટકા નો રિપોર્ટ ની થીયરી અપનાવવામાં આવી શકે છે. જુના મંત્રીઓને પડતાં મૂકીને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
ત્યારે કેટલાક સિનિયર મંત્રીઓ નારાજ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, નીતિન પટેલ, અને
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત પ્રદિપસિંહ જાડેજા સહિતના સિનિયર નેતાઓ નારાજ થયા હોવાનું જાણવા મળતા હાઈ કમાન્ડ એક્શનમાં આવ્યું છે.
અને તેમને મનાવવા માટે તાત્કાલિક અસરથી ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એ.સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ દિગ્ગજ નેતાઓ નારાજ થયેલા હોવાને કારણે તેની સાથે મહત્વની બેઠક કરીને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સાથે જ વધુમાં વધુ યુવા ચહેરાઓને જ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો બીજી તરફ દિગ્ગજોની નારાજગી દૂર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભાના અધ્યક્ષ પદની પણ જવાબદારી સોંપવામાં આવી છે. મોવડીમંડળ આ મામલે હાલ વિચાર કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે પહેલા 16 તારીખે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ ની વાતો ચાલી રહી હતી. ત્યારે હવે કોઇપણ ભોગે આજે મોડી સાંજ સુધીમાં નવા મંત્રીઓ શપથ લેશે, તે ચોક્કસ પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!