કોંગ્રેસના આ દિગ્ગજ નેતા દ્વારા કરવામાં આવ્યું આ મોટું કામ.

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ સાથે પરામર્શ કર્યા બાદ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા હોદ્દેદારો ના પદ ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા સમિતિના સંગઠન માં તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહારથી સન્માનિત કરી નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ધારાસભ્ય પ્રવીણ ભાઈ મુછડીયા,

જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા, ગુજરાત કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, જિલ્લા મહિલા પ્રમુખ નયના બા જાડેજા, પ્રદેશ મહિલા મંત્રી સારાબેન મકવાણા, પૂર્વમંત્રી દિનેશભાઇ પરમાર,

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા જે બિમારી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જીટી પટેલ તાલુકા પંચાયત, પ્રમુખ નાથાભાઈ સાવરીયા તથા

પ્રદેશ મંત્રી ભૂપેન્દ્ર સિંહ જાડેજા યુસુફ પૂર્વ કોર્પોરેટર કાસમભાઈ ખફી સંગઠન મંત્રી કે પીઠ તથા જામનગરના તમામ તાલુકાના પ્રમુખો અને આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *