તમને યાદ હશે કે વર્ષ 2018 માં ઇન્ડિયન ટીમે બ્લાઇન્ડ વર્લ્ડ કપ ક્રિકેટ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ જીત એકદમ ખાસ હતી કેમ કે, ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. અને આ જીત બાદ ભારતીય ખેલાડીએ ખૂબ જ વાહવાહ મેળવી હતી, અને આ જીતખૂબ પ્રશંસા લાયક હતી. રાષ્ટ્રપતિ થી લઈને વડાપ્રધાન સુધી દરેક આ ખેલાડીઓની જોરદાર પ્રશંસા કરી હતી.
પરંતુ આ મોટી ઉપલબ્ધિ ના ત્રણ વર્ષ બાદ આજે ટીમોનો એક-એક સભ્ય એક એક રૂપિયા માટે લાચાર બન્યું છે. આ છે, ગુજરાતનો બ્લાઇન્ડ સ્ટાર ક્રિકેટ નરેશ તુમડા, તેને પોતાનું ઘર ચલાવવા માટે સતત મજૂરી કરવી પડી રહી છે.
તેમની સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું છે કે ,નરેશ તુમડા એ કહ્યું કે, સરકાર પાસે વારંવાર મદદની અપીલ કરવા છતાં હજુ સુધી કોઇ મદદ મળી નથી. તેમને કહ્યું કે હું એક દિવસના મજૂરી કરીને ફક્ત 250 રૂપિયા જ કમાવા છું.
મેં ગુજરાતના મુખ્યમંત્રી ની પાસે મદદ માટે ત્રણ વાર અપીલ કરી પરંતુ હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. હું સરકારને અનુરોધ કરું છું કે, મને કોઈ નોકરી આપે છે જેનાથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું 29 વર્ષના ક્રિકેટર નરેશ ગયા વર્ષે લોકડાઉનમાં શાકભાજી વેચી રહ્યા હતા.
પરંતુ આનાથી તેના પરિવારના ખર્ચને પહોંચી ન વળાતું હતું. તો તેને મંજૂરી કરવાનું કામ શરૂ કરી દીધું. આજકાલ તે ઈંટો ઊંચકવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને જણાવ્યું કે, મારા પિતા વૃદ્ધ થઈ ગયા છે. મારા ઉંમરલાયક પિતા નોકરી નથી કરી શકતા.
એટલે હું પરિવારમાં માત્ર એક કમ આવનાર છું, ગયા મહિને જમાલપુર માર્કેટમા શાકભાજી વેચતો હતો, પરંતુ તેનાથી વધુ કમાણી થઇ ન હતી. જેનાથી મારા પરિવારનું ભરણપોષણ થઈ શકતું નથી, માટે મારે આજે આ કામ કરવું પડી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!