ગુજરાતમાં કોંગ્રેસમાં જોડાશે બે મોટા દિગ્ગજ નેતા કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી જોડાશે ગુજરાત કોંગ્રેસમાં. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. સાથે જ મંત્રીમંડળ ને પણ બદલી કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ આ વખતે સક્રિય જોવા મળી રહી છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દિવસેને દિવસે નબળી પડી રહી છે. કારણ કે, કોંગ્રેસ દ્વારા પણ પૂરા જોશમાં અત્યારથી જ ચૂંટણી અધિકારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા આવી માહિતી પણ સામે આવી છે કે, જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કનૈયાકુમાર તેમજ ગુજરાતના પક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બરના અંતમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
જેથી કોંગ્રેસના બે નેતા થી કેટલાક લાભ થઈ શકે છે. અને તેના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોડાઇ રહ્યા છે.
ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે મેદાનમાં આવી છે. અને સારું પ્રદર્શન કરી રહી છે. જેથી કોંગ્રેસે પણ એક પાસો ફેંક્યો છે. અને બે દિગ્ગજ યુવા નેતા જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર ને હાર્દિક પટેલ હસ્તક કોંગ્રેસમાં લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કોંગ્રેસ સામે કેટલાક પડકાર જોવા મળી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી આવી છે. જેનું વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે.
લોકો બહોળા પ્રમાણમાં તેમાં જોડાઇ રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને કોંગ્રેસ દ્વારા પણ નેતાઓની ટુકડી ઉતારી લેવામાં આવી છે. અને ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!