ગુજરાતમાં આમ આદમી પાર્ટી જાણે વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ પ્રચાર-પ્રસાર કરતી હોય તેવું લાગે રહ્યું છે કારણ કે, રાજ્યમાં દિવસેને દિવસે આપનો વ્યાપ વધી રહ્યો છે. રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નેતા સામાજિક અગ્રણીઓ કાર્યકર્તાઓ અને ઉદ્યોગપતિ અને સામાન્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
હવે આમ આદમી પાર્ટીને જોઈને ભાજપ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના કારણે ભાજપે સુરતમાં ધીરુ ગજેરાને પોતાના પક્ષમાં લાવવા માટે તૈયારીઓ શરૂ કરી હતી. અને અંતે ભાજપની મહેનત સફળ રહી અને ધીરુ ગજેરા એ ભાજપમાં આવવાનું મન બનાવી લીધું છે.
24 જુલાઈ 2021 ના રોજ સાંજે ચાર વાગ્યે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન માં પાટીદાર નેતા ધીરુ ગજેરા ભાજપનો ખેસ ધારણ કરશે મહત્વ ની વાત એ છે કે, ધીરુ ગજેરા કોંગ્રેસના ચાર વખત ચૂંટણી હારી ગયા છે. તેમને આખાબોલા સ્વભાવના પણ કહેવામાં આવે છે.
બીજી તરફ થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી ને લઈને ધીરુભાઇ ગજેરા એ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થાય એવું બન્યું નથી. ગુજરાતમાં હંમેશાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેતી હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!