સમાચાર

સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતા બાજુ પર ધકેલાયેલા આ પાટીદાર દિગ્ગજ નેતા ને મળ્યું ફરી કેબિનેટમાં સ્થાન…

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળની આજે શપથવિધિ છે. પટેલ મંત્રી મંડળમાં જેમને મંત્રી બનાવાયા છે. તેમાં આજે સવારે ભાજપ પ્રદેશ નેતાગીરીએ દ્વારા ફોન કર્યા હતા. જેમને ફોન કર્યા તેમાં ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી નો સમાવેશ થાય છે. સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતા બાજુ પર મૂકાઈ ગયેલી જીતુ વાઘાણી ભવ્ય પુનરાગમન કર્યું છે. જીતુ વાઘાણી ની સિનિયોરીટી સાધનને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવું એ નક્કી છે.

એ જોતાં વાઘાણી લગભગ એક વર્ષના રાજકીય વનવાસ બાદ ભવ્ય પુનરાગમન કર્યું છે. પ્રદેશ પ્રમુખ પદેથી હટાવ્યા પછી વાઘાણી બાજુ પર મૂકાઈ ગયા હતા, ને કે દેખાતા નહોતા.

હવે વાઘાણી રાજકીય કારકિર્દીની નવી ઇનિંગ શરૂ થશે તે સ્પષ્ટ છે. ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્ય અને મંત્રી બનાવવા માટે ફોન કરવાના શરૂ થઇ ગયા છે.

અને હાલ તેમની સપથવિધી કાર્યક્રમ પણ શરૂ થઈ ગયા છે. હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ધારાસભ્ય બનેલા બે ધારાસભ્યોને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મોરબીના ધારાસભ્ય રાઘવજી પટેલ અને જેવી કાકડિયા ઘારીને મંત્રી બનાવવા માટે ફોન આવી ગયા છે આ બંને ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

1- હર્ષ સંઘવી, મજુરા 2- નરેશ પટેલ, ગણદેવી 3- કિરીટસિંહ રાણા, લીમડી 4- અરવિંદ રૈયાણી, રાજકોટ દક્ષિણ 5- કનુ દેસાઈ, પાલડી 6- ઋષિકેશ, પટેલ વિસનગર 7- બ્રિજેશ, મેરજા મોરબી 8- કિર્તીસિંહ, વાઘેલા કાંકરેજ 9- મુકેશ, પટેલ ઓલપાડ 10- આર.સી.મકવાણા, મહુવા

11- જીતુ ચૌધરી, કપરાડા 12- રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય 13- જીતુ વાઘાણી, ભાવનગર 14- મનીષા વકીલ, વડોદરા શહેર 15- દેવાભાઈ માલમ, કેશોદ 16- જેવી કાકડિયા, ધારી 17- જગદીશ પંચાલ, નિકોલ 18- ગજેન્દ્ર સિંહ પરમાર 19- પ્રદીપ પરમાર, અસારવા 20- નિમિષા સુથાર, મોરવાહડફ 21- નીમાબેન આચાર્ય, ભુજ 22- રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા 23- કુબેર ડિંડોરી, સતરામપુર

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *