હવામાન વિભાગની આગાહી / રાજ્યમાં આ તારીખે ધોધમાર વરસાદ પડી શકે છે, જાણો.
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદી માહોલ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે ત્રણ દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એ મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના અનેક પંથકોમાં ભારે વરસાદ થઇ શકે છે.
જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ પૂરી થઈ શકે છે.
એટલું જ નહીં સિઝનનો પહેલો વરસાદ પણ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે. એ મહત્વનું છે કે, ગઈકાલે રાજ્યના ઉપરથી 69 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
જેમાં 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ખેડૂતોને રાહત અને ખુશી થઈ હતી. ખેડૂતોનો ઊભો પાક નાશ થતાં અટક્યો હતો અને નવું જીવન મળ્યું હતું.
ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડયો હતો, આ વખતે પાક નિષ્ફળ જશે અને દુષ્કાળના ભણકારા વાગતા હતા. પરંતુ હવે ફરીથી એક આશાનું કિરણ જાગ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે. હજુ 7 સપ્ટેમ્બર ફરી સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું પણ આગાહી દ્વારા કહેવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!