ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતર્યા ભાજપના આ દિગ્ગજ નેતા, આપ્યું મોટું નિવેદન, જાણો.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં આજે ખેડૂતોની મહાપંચાયત છે જેમાં 300 કરતાં પણ વધારે ખેડૂત સંગઠનો જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કિસાન મોરચા દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધીની સૌથી મોટી મહાપંચાયત છે. જો કે આ પંચાયતમાં ભાજપ સાંસદ વરુણ ગાંધી એ અને તેની જ સરકારને ઘેરી છે.
જેમાં તેણે ટ્વિટ પણ એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં લોકોની ભીડ દેખાઈ રહી છે. વીડિયામાં તેવું લખેલું પણ આવે છે કે, અમે ખેડૂતોનું દુઃખ સમજી શકીએ છીએ.
સવારથી જ મુજફ્ફરપુર ના રસ્તા પર આજે ખેડૂતો જ દેખાઈ રહ્યા છે. હજારો ખેડૂતો મેદાનમાં હાજર રહ્યા છે. જ્યા મહાપંચાયત થવાની છે, તેના કારણે વધારે ખેડૂતો રોડ રસ્તા પર દેખાઈ રહ્યા છે.
સમગ્ર મામલે વરુણ ગાંધીએ વીડિયો શેર કરીને એવું લખ્યું છે. આજે લાખો ખેડૂતો પ્રદર્શન કરવા એકઠા થયા છે. તે આપણું જ રહી છે. તેમની સાથે ફરી સન્માન સાથે વાત કરવી જોઈએ, તેનું દુઃખ સમજવું જરૂરી છે.
સાથે જમીન સુધી પહોંચવા માટે તેમની સાથે કામ કરવું પણ જરૂરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા હતા. જેને લઈને એક વર્ષથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
આ મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે 11 વખત વાતચીત થઈ ચુકી છે. જો કે હજુ સુધી કોઈ સમાધાન આવી રહ્યું નથી. ગત નવેમ્બર મહિનાથી ખેડૂતો દિલ્હી સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!