કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પાર્ટીથી નારાજ, પક્ષ પલટો થવાના એંધાણ !

કોંગ્રેસ પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત થઇ છે. તરફ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ભાર મૂકી રહ્યા છે. સંગઠન મજબૂત કરવા માટે કોંગ્રેસ નેતા સાથે વન-ટુ-વન મુલાકાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર એક્ટિવિટી કોંગ્રેસમાં નારાજગીનો સૂર ઉભો થયો છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા પહેલા કોંગ્રેસ મીડિયા ગ્રુપમાં સૂચક ટિપ્પણી સાથે લખાણ કરાયું હતું.

ત્યારબાદ જયરાજસિંહ પરમાર દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર થી કરીને જયરાજસિંહ પરમાર એ લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હંમેશા એમ.એલ.એ અને એમપી પાર્ટી છે.

કોંગ્રેસમાં સંગઠનના લોકો ક્યાં હોતા જ નથી પછી સંગઠન નું મહત્વ ક્યાંથી વધે ? આ ટ્વીટનો સતા ન્યુ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા જયરાજસિંહ પરમાર નું સમર્થન કરવામાં આવ્યું હતું.

જયરાજસિંહ પરમાર ના ટ્વિટ પર કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ એ લખ્યું હતું કે, મને ભયંકર ડર લાગી રહ્યો હતો કે કઈ એવું ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસ યોદ્ધાઓ ઘરે ન બેસી જાય બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ ફોર્મ રદ થયા તો જવાબદાર કોણ ?

કોંગ્રેસના બે પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને મનહર પટેલના ટ્વિટ પર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ જણાવ્યું હતું કે,

કેન્દ્ર સરકાર અને પ્રદેશ કક્ષાએ નક્કી કર્યું છે કે, ધારાસભ્યો કે સંસદ ચૂંટણી લડવા વાળા વ્યક્તિ સંગઠનમાં સ્થાન આપશે. કે નહીં વધુ માહિતી માટે જયરાજસિંહ પરમાર સાથે વાત કરીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *