Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ દિગ્ગજ નેતાએ પોતાની જ પાર્ટી સામે ચડાવી બાયો, કહ્યું પાર્ટીને પતાવી.. - GUJJUFAN

આ દિગ્ગજ નેતાએ પોતાની જ પાર્ટી સામે ચડાવી બાયો, કહ્યું પાર્ટીને પતાવી..

અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ નેતા પસંદગીનો પોતાનો કક્કો સાચો ઠેરવવા નેતાગીરી ઉપર દબાણ કરી રહેલા શહેર ને બે કોંગ્રેસના ધારાસભ્ય સામે મ્યુનિસિપલ કોર્પોરેટર ના એક જૂથે બાયો ચડાવી આક્રોશ ઠાલવતા તેમને રંગા બીલા ની ઉપમા આપીને નવુ સમીકરણ કરી અને એ જ અમદાવાદ શહેરમાં કોંગ્રેસને હરાવી દીધું હોવાનો આક્ષેપ કરતા નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા આશ્ચર્ય થઈ ગયા હતા.

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ગઈકાલે હોદ્દો ગ્રહણ કર્યા બાદ આજે મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ નેતા પસંદગી કરવાના મામલે કોર્પોરેટરના એક જૂથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની મુલાકાત લીધી હતી તે સમયે પ્રભારી રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે કોંગી ધારાસભ્યો ની જોડી ને કારણે કોંગ્રેસના 50 કોર્પોરેટરો હતા તેમાંથી શોધવાને બદલે ઘટીને 24 થઈ ગયા છે.

એટલું જ નહીં મ્યુનિસિપલ ચૂંટણી પછી આજે નવ મહિના થઇ ગયા છતાં કોંગ્રેસ પક્ષના નેતાની વરણી થઇ શકી નથી. પરિણામે શાસક ભાજપ મ્યુનિસિપલ સામાન્ય સભા અને હાસ્યાસ્પદ બનાવી છે.

વધુમાં કમળાબેન ચાવડાએ જણાવ્યું હતું કે પ્રભારી અને પ્રમુખે ઝડપથી નિર્ણય થવાનું બાહેંધરી આપી છે. આગામી બે ચાર દિવસ બાદ તમામ કાઉન્સિલર વન-ટુ-વન સંભાળવાની તૈયારી બતાવી છે.

પાર્ટીમાં જૂથવાદ નથી દરેક કાઉન્સીલરો પોતાની રીતે રજૂઆત કરતાં હોય છે. આજે અમે 14 કાઉન્સિલ રજૂઆત કરવા પહોંચ્યા છીએ .

નોંધનીય છે કે, 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ 10 મહિના વીતી ગયા છતાં વિપક્ષી નેતાની પસંદગી કરવામાં આવી નથી. હાલ વિપક્ષના નેતાપદ માટે બે ગ્રુપ આમને-સામને આવી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *