આ દિગ્ગજ નેતાએ કર્યો હુંકાર, કહ્યું 2022 માં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં..

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને એવી ફરિયાદ કાયમ રહે છે કે પાર્ટીના પ્રદેશ નેતાઓ અમને સંકટના સમયે જ યાદ કરે છે. બાકીના સમયે મારી સાથે કોઈપણ જાતનું સન્માન કરવામાં આવતો નથી. અમારી માંગણી રહી છે કે બે કે ત્રણ મહીને ધારાસભ્યોને બોલાવીને લોકોના પ્રશ્નો કેવી રીતે નિકાલ કરવો તેનું માર્ગદર્શન આપવું જોઈએ.

સચિવાલયમાં આવેલા ગામે એક સિનિયર ધારાસભ્ય એ કહ્યું હતું કે, વિપક્ષ સંકટમાં આવે છે અથવા તો પાર્ટી ને જ્યારે અમારી જરૂર હોય છે ત્યારે તેમને બોલાવવામાં આવે છે.

પરંતુ ધારાસભ્યો સાથે બેઠક કરીને સમાજ કરવામાં આવે તો કોંગ્રેસ છોડીને કોઈ ધારાસભ્ય ભાજપમાં જાય નહીં અમારી પાર્ટી માં મોટો સંકલનનો અભાવ છે.

ધારાસભ્યની અવગણના ને કારણે પાર્ટીમાં સંખ્યા ઘટતી જાય છે. તેમને નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં આજે એવી સ્થિતિ છે કે વિપક્ષ કોંગ્રેસ નું વિધાનસભામાં ચાલતું નથી.

સત્તાધારી પાર્ટી પક્ષને સભાગૃહમાં બોલવાનો મોકો આપતી નથી. વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક મળી હતી. પરંતુ પ્રદેશ કોંગ્રેસના નબળા નેતાઓના કારણે ધારાસભ્યો ગુમાવવા પડયા હતા.

ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો હતાં તેમણે ભાજપને તેની પાર્ટીમાં ભેળવી દીધા હતા. કોંગ્રેસને એક પછી એક મોટા ફટકા આપ્યા હતા.

કોંગ્રેસમુક્ત ગુજરાત કરવાનો ભાજપે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં હાઈ કમાન્ડ વારંવાર ચેતવણી છતાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી.

ગુજરાત કોંગ્રેસના 65 પૈકી 35 ધારાસભ્ય એવા છે, જેમને પાર્ટીના પ્રદેશ આગેવાનો આદરભાવથી બોલાવી પણ શકતા નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *