સમાચાર

ભાજપમાં ભંગાણ / નારાજ થયેલ આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, હું પાર્ટી છોડીને, આ પાર્ટી માં…

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર નો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવાથી તેઓ સખત નારાજ થયા છે. તેઓએ જણાવ્યું છે કે, હવે તેઓ ભાજપને કોઈ મીટીંગ કે કોઈ કાર્યક્રમમાં જવાનો નથી. છેલ્લે સુધી મારા નામના મંત્રી યાદીમાં હતું. પરંતુ જિલ્લા સંગઠનના કારણે પત્તું કપાયું છે. સમય આવે પાર્ટી છોડવાનો નિર્ણય વધુમાં તેઓએ જણાવ્યું કે, ઉમરેઠ તાલુકા પંચાયત અને ઓડ નગરપાલિકાની સત્તામાં પણ હવે ઉથલપાથલ થશે.

તેમ તેઓએ જણાવ્યું છે, આજે મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ના આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ મળતા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો નારાજ છે. અંતે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ઉમરેઠ અને ખંભાત માત્ર બે જ બેઠકો ભાજપને ફાળે છે.

જ્યારે બાકીની છ બેઠકો કોંગ્રેસને હસ્તક રહેલી છે. ત્યારે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર પાર્ટીની નીતિરીતિ સામે નારાજગી વ્યક્ત કર્યો છે. અને કહ્યું કે, સંસદ સભ્ય કોઈપણ કામ નહીં લઈને આવવા જણાવે છે.

અમૂલ ડેરીની ચૂંટણીમાં પણ મને જાણી જોઈને કરાવ્યો છે. જિલ્લા સંગઠનને અને મંત્રી પદ માટે મદદ ન કરી તાલુકા જિલ્લા પંચાયત ઓડ અને ઉમરેઠ નગરપાલિકામાં પણ ભાજપને સત્તા સ્થાને બેસાડવા ખૂબ મહેનત કરી છે.

છતાં કામગીરી ની નોંધ લેવાઈ નથી. પાર્ટીથી નારાજ છું. સમય આવે ત્યારે પાર્ટી છોડી દઈશ કારણ કે, 2022 મા સીટ માથાકૂટ થવાની છે.

હવે મારા પરિવારજનો પુત્ર પણ અન્યાય મુદ્દે નારાજ છે. ભાજપ માત્ર જ્ઞાતિવાદ ચાલે છે જેથી આ પાર્ટીમાં કામ કરવું મુશ્કેલ છે, તેઓએ જણાવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *