હાર્દિક પટેલના નજીકના ગણાતા આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટુ ચોકાવનારું નિવેદન, રાજકારણમાં ખળભળાટ

વિધાનસભા ચૂંટણીના વર્ષમાં ગુજરાતમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. હાર્દિક એક બાદ એક નિવેદન જાહેર કરી રાજકીય હલચલ મચાવી દીધી છે. હાર્દિક પટેલે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સામે બાંયો ચડાવી છે. ગતરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પણ જાતિવાદ થી લઇ ગુજરાતવિરોધી હોવાના આક્ષેપ કર્યા છે.

હાર્દિક એક બાદ એક આક્ષેપ કરતાં કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઇ છે, અને કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને જવાબ આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિકના તમામ નિવેદનનો વિરોધ કર્યો છે.

યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસ અને નેતાઓ વિશે ખોટા આક્ષેપ કર્યા છે. તેમને જણાવ્યું કે, પાટીદાર આંદોલન બાદ હાર્દિકને કોંગ્રેસ પાર્ટીએ પસંદ કરી હતી.

કોંગ્રેસે જ્યારે હાર્દિક ની પસંદગી કરી હતી કે, ત્યારે તે પુખ્ત વયના જ હતા. પાર્ટીએ નાની ઉંમરે હાર્દિકને ખૂબ મોટું પદ આપ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકના ચિકન સેન્ડવીચ વાળું નિવેદન સાવ વાહિયાત કક્ષાનું છે.

વિશ્વનાથ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ રાહુલ ગાંધી વિશે જો કોઈ પણ બોલશે તો યુથ કોંગ્રેસ વિરોધ કરશે. હાર્દિક એ બોલેલા શબ્દો એના નથી આયાતી વિચારોથી પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે.

હાર્દિકના જવાથી કોંગ્રેસને કોઇ નુકસાન નહીં થાય. કોંગ્રેસ સાથે સંકળાયેલા અને કાર્યકરો પક્ષને મજબૂત કરશે. હાર્દિક ના તમામ નિવેદનો નું યુથ કોંગ્રેસ વિરોધ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *