Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર / ભુપેન્દ્ર પટેલ જેસે દિલ્હી અને કેજરીવાલ આવશે ગુજરાત... - GUJJUFAN

ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર / ભુપેન્દ્ર પટેલ જેસે દિલ્હી અને કેજરીવાલ આવશે ગુજરાત…

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જશે મુખ્યમંત્રી અને ચીફ જસ્ટિસ જોઈન્ટ કોન્ફરન્સમાં ભાગ લેશે. અરવિંદ કેજરીવાલ આજે રાત્રે સુરત પહોંચશે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તારીખ 30 એપ્રિલ 2020 માં નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સવારે 10 વાગ્યે યોજનારી જોઈન્ટ conference of ministers and chief justice of હાઇકોર્ટમાં સહભાગીદાર થવા નવી દિલ્હી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત દેશના રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ જોડાશે.

આ સાથે અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. આજે રાત્રે તેઓ નવ વાગે સુરત પહોંચશે. સુરતમાં રાત્રિ રોકાણ કરશે, ત્યારબાદ તેઓ 1 મેના રોજ ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.

જે આમ આદમી પાર્ટી અને છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મહા સંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ BTP સાથે ગઠબંધન ની જાહેરાત કરી શકે છે, ગુજરાત ના સ્થાપક દિવસે થશે, આમ આદમી પાર્ટી અને BTP નું ગઠબંધન.

ગઠબંધનની જાહેરાત વખતે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કહ્યું કે, છોટુ વસાવાએ ગરીબોને આદિવાસીઓ માટે લડત આપી છે. ભૂતકાળની સરકારોએ હંમેશા આદિવાસીઓ સાથે અન્યાય કર્યો છે.

એટલે જ આદમી પાર્ટીની છોટુ વસાવા સાથે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આગામી પહેલા તારીખે અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવાએ સંમેલનમાં બંધનું એલાન કરશે, તેવું સુત્રો અનુસાર જાણવા મળ્યું હતું. ગુજરાત સ્થાપના દિવસે અમે ગુજરાતના નવું મોડલ આપીશું તેવું મહેશ વસાવાએ જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *