2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રણ પક્ષની ત્રણ યાત્રા, કોણ કરશે ગુજરાત પર સત્તાવાર રાજ !

ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ત્રણેય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ચાલ્યા આવે છે, જ્યારે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરીકે નવી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

AAP
આમ આદમી પાર્ટી દ્વારા દિવસેને દિવસે જનવેદના કાર્યક્રમ યોજી લોકો સાથે મુલાકાત કરી ચૂંટણી માટેનો પ્રચાર અને પ્રસાર દિવસેને દિવસે કરી રહ્યા છે. સાથે લોકોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ભાઈ ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા સહિતના કાર્યકર્તાઓ આકર્ષિત કરીને તેની પાર્ટીમાં જોડી રહ્યા છે.

કોંગ્રેસ
કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ભાજપ સામે હાર મળી છે. પરંતુ હવે તેઓ એ 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેને ગુજરાતમાં પ્રશાંત કિશોર ને જવાબદારી સોંપી છે.

પ્રશાંત કિશોર યુવા કાર્યકર્તાઓ ને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. જ્યારે હાર્દિક પટેલ ના સુર બદલાયા છે તેઓ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે કે, આપણે બધા સમાજને સાથે લઈને ચાલવું જોઈએ.

ભાજપ
ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી ની ટીમ ગુજરાતમાં ઉતારવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી જન આશીર્વાદ યાત્રા યોજી લોકોનો પ્રતિસાદ મેળવી રહ્યા છે.હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ત્રણ પક્ષની ત્રણ યાત્રામાં કોનો થશે ગુજરાતમાં વિજય ? કોની બનશે સરકાર !

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *