ત્રણ પક્ષની ત્રણ યાત્રા : કોણ રાજ કરશે ગુજરાતના સિંહાસન પર ?
ગુજરાતમાં આજકાલ રાજકારણ આગામી વિધાનસભા ને લઈને ચાલી રહ્યું છે. ગુજરાતમાં બે મુખ્ય પક્ષ સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ મજબૂત એન્ટ્રી કરી છે. ત્રણેય પક્ષ અત્યારે યાત્રાના મૂડમાં છે. એક તરફ સરકાર તરફથી સરકારના ગુણગાન ગાતી જન આશીર્વાદ યાત્રા ચાલી રહી છે, તેના વિવિધ કાર્યક્રમો માં સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહીદ ભાજપના મોટા નેતાઓ જોડાય રહ્યા છે.
આ યાત્રા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ દેવુસિંહ ચૌહાણ સહિતના જુદા જુદા નેતાઓ જોડાઈ રહ્યા છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતા દ્વારા 16 ઓગસ્ટ ના રોજ ન્યાય યાત્રાનું આયોજન થયું છે.
આ અંગે થયેલ એક બેઠકમાં આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં મહામારી મુખ્ય મુદ્દો રહેશે, તેવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ ના પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો બે મહિના સુધી રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં જઈ મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની યાદી તૈયાર કરશે.
ત્રીજી તરફ આમ આદમી પાર્ટી પણ એની જ સંવેદના યાત્રા દ્વારા લોકોની મુલાકાત લઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, હમણાં જ જોડાયેલા ઈશુદાન ભાઈ ગઢવી અને અન્ય નેતાઓ ગામે-ગામે ફરીને મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીનું આક્ષેપ છે કે મોંઘવારી પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતોની સમસ્યા અત્યારે સૌથી મોટી છે, અને સરકાર કાર્યક્રમો જી ક્યા આશીર્વાદ લેવા જાય છે ?
આમ ત્રણેય પક્ષ અત્યારે તો પ્રજા વચ્ચે ફરી રહ્યા છે, અને પ્રજાના હિત ની વાતો કરી રહ્યા છે. ત્યારે જોઈએ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષને જીત મળે છે, અને પ્રજા કયા પક્ષની સંવેદનાનું સ્વીકાર કરી તેને સત્તા સ્થાને બેસાડે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!