મહિનાના પહેલા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ, મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી
આગામી પાંચ દિવસ વરસાદી માહોલને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. આગાહી પાંચ દિવસ કેટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, નવસારી, ભરૂચ, સુરત અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટો થયો વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.
ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. ત્યારે મહિનાના પહેલા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ રાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મેઘરાજાએ ગાજવીજ સાથે પધરામણી કરી છે.
નવસારીમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતે શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્ર સહિત અને વિસ્તારોમાં મેઘરાજા ની પુનઃ પધરામણી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં રહેલી સવારથી જ મેઘરાજાએ ગાજ વીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે.
જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જસદણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.
મહિનાના પહેલા દિવસે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે. મેઘરાજાએ ગાજવીજ સાથે પધરામણી કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!