આમ આદમી પાર્ટીમાં પડ્યું મોટું ગાબડું / 3 દિગ્ગજ નેતાઓ જોડાયા આ પાર્ટીમાં..

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થયા બાદ આવનારી અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા આપ એડીચોટીનું જોર કરી રહી છે. ત્યારે હિમાચલ ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. કારણ કે રાજ્યના પ્રમુખ અનુપ કેસરી અને અન્ય બે નેતાઓ શુક્રવારે ભાજપમાં જોડાયા છે.

જે.પી.નડ્ડા ની આગેવાનીમાં ભાજપમાં જોડાયા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે.પી.નડ્ડા નિવાસ્થાને કેસરી સહિત સંગઠનના મહા સચિવ સતીશ ઠાકોર અને ઉના જિલ્લા પ્રમુખ ઇક્બાલ સિંહ ભાજપનું સભ્ય પદ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષ પલટાનો દોર શરૂ થઈ જતો હોય છે. આ વખતે પણ આવું જ થયું છે. આમ આદમી પાર્ટીના ત્રણ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતા રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહી છે.

કેસરી એ કહ્યું કે, અમે કેજરીવાલથી નારાજ છે. અમે દિવસ-રાત કામ કરતા રહ્યા પરંતુ તેમને અમારી સામે જોયું પણ નહીં. માત્ર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ રોડ-શો નહીં

મુખ્ય આકર્ષિત થતા રોડ શો દરમિયાન રાજ્યના પાર્ટીના કાર્યકર્તાઓને અવગણના કરી આથી અમારા અવગણના અને અપમાન ના કારણે અમે પાર્ટી સાથે છેડો ફાડયો છે.

ભાજપમાં જોડાયા બાદ તેમણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને આગેવા વિધાનસભાની ચૂંટણી મા પાર્ટીને ફરીથી સત્તામાં લાવવા માટે સખત મહેનત કરવાની ખાતરી આપી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *