આમ આદમી પાર્ટીની વાંકાનેર ના પંચાસિયા ખાતે જનસભા યોજાઈ, આ સભામાં…

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર આ મહામારી મૃત્યુ પામેલા લોકોના આંકડા છુપાવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં દિલ્હીની જેમ ગુજરાતમાં પણ 50 હજાર વળતરની માંગ કરશો.હાલમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સંસદની મુલાકાત દ્વારા જે લોકો આ મહામારી મૃત્યુ પામેલા છે તે લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું ચાલી રહ્યું છે.

અને આ જ સંવાદ કાર્યક્રમ આજે વાંકાનેરના પંચાસિયા ગામ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં સરકારની બેદરકારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. અને ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આ મહામારી માં ઓક્સિજન અને બેડની સુવિધાના અભાવને કારણે કેટલાક લોકોનો જીવ ગયો.

પૂરતી સુવિધા ન મળવાને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો.આપ નેતા દ્વારા કહેવામાં આવ્યું કે ભાજપ સરકાર દ્વારા રેમડીસીવીર અને અન્ય દવાઓ ની કાળા બજારી કરવામાં આવી.

દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે દિલ્હીમાં આ મહામારી થી પીડિતના પરીવારને 50 હજારનું વળતર મળે તો ગુજરાતમાં કેમ નહીં. આ મિટિંગમાં આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા, વનરાજસિંહ વાઘેલા, ભરત ભાઈ, રાજભા ગઢવી, અરુણ રૂપાલા, અજય રાઠોડ, શૈલેષભાઈ સરવૈયા, દિલીપભાઈ ચાવડા અને અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટી અને જનસભા માં કેટલા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. આ ગામના લોકોએ આમ આદમી પાર્ટી ને સ્વીકારી અને તેનો ખેશ ધારણ કર્યો છે. અને ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું કે ભાજપ અને કોંગ્રેસ થી કંટાળીને આ ગામના લોકોએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *