આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત બાદ, હજારોની સંખ્યામાં યુવાનો આપ માં જોડાયા

મહામારીની બીજી લહેર માં ગુજરાતના અસંખ્ય લોકો અવસાન પામ્યા છે, ત્યારે તેમના સ્વજનોને સાતવના પાઠવવા તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સંવેદના મુલાકાત દરેક જિલ્લામાં કરવામાં આવે છે.

જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, પ્રવીણભાઈ તથા મહેશ સવાણી તેમજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા તો સંગઠન મંત્રી નિમેષભાઈ પાટડીયા સહિતના આગેવાનો મોરબી જિલ્લાના ગામોની મુલાકાત લીધી.

આ કાર્યક્રમ દરમ્યાન મોરબી જિલ્લામાં ૫૮૦ નવયુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા, જેમાં મોરબી શહેર માંથી મુખ્યત્વે મોરબી સતવારા સમાજના યુવાનોની મોટી સંખ્યા જોડણી.

સાથે સાથે અધિકાર મંચ તમામ હોદ્દેદારો સાથે ૫૦ થી વધુ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટી સાથે વ્યવસ્થા પરિવર્તન ના જન આંદોલનમાં જોડાયા.

ગઢડા તાલુકાના ગઢાળી ગામ ના એવા નવયુવાન ગોહિલ પ્રીતરાજસિંહ એ એક દિવસમાં ૧૧ ગામડાઓમાં 1111 વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *