આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં આપવામાં આવ્યું આવેદનપત્ર, જાણો શું કરી માંગ !

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવા કરી રહી છે. અને દિલ્હી કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર છે.

અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરના લોકો સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. લોકો હવે સરકાર થી કંટાળીને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે જેને લીધે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે.

આગામી સમયમાં પણ કેટલાક લોકો આવા જ નહીં પાર્ટીમાં જોડાશે તેવું તેની લોકપ્રિયતા પરથી લાગી રહ્યું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતને લઈને આગળ આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટી કહી રહી છે કે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખૂબ જ કફોડી છે. પહેલાં તોકતે વાવાઝોડાએ વિનાશ કર્યો, હવે વરસાદ પણ હાથતાળી દઈ રહ્યો છે. મોટા ડેમ અને તળાવ ખાલીખમ થઈ ગયા છે. મોંઘા ભાવના પેટ્રોલ-ડીઝલ પછી હવે પાક પણ મરી પરવાર્યા છે.

આમ આદમી પાર્ટી ગુજરાતની સરકાર પાસે સાફ માંગણી કરે છે કે, સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનું વખતો સર શરૂ કરે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજના બનાવી તાત્કાલિક અમલ કરે.

આમ આદમી પાર્ટીની સરકાર પાસેથી અમુક મુદ્દાને લઈને માંગણી કરી રહી છે. મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના હેઠળ એસડીઆરએફ ના ધોરણે છે સર્વે કરી છે જે ખેડૂતોને નુકસાન થયું છે, એ પ્રમાણે ભાવ વધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવે.

ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, ગામ નું કોઈપણ પરિવાર રાશનકાર્ડના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી ખરીદવા માંગતો હોય તો તમામ માટે પૂરતા અનાજ ની જોગવાઈ કરવી તેમજ જરૂરિયાતમંદો માટે તરત જ રાહત ના કામ શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *