આમ આદમી પાર્ટીના મંત્રી પર થયો હુમલો, આપ દ્વારા આ પાર્ટી પર..
ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામના વતની અને ડેડીયાપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ મહામંત્રી રાજેન્દ્ર ભાઈ ઠાકોરભાઈ વસાવા અને તેમના ભાઈ ઉપર ઉપજાવી કાઢેલ બહાના હેઠળ મૂળ રાજકીય કિન્નાખોરી સાથે હુમલાઓ કરી તેમના ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી છે.
આરોપી ઉપર કલમ 307 ઉમેરવા માટે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા ડેડીયાપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી, અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા સમયે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન અને ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જેમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોક્ટર કિરણ વસાવા, પૂર્વ જિલ્લા મહામંત્રી મહેશ વસાવા પૂર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્ર ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.
ડેડીયાપાડા થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ત્યારે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ હતા, અને લોકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!